સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તલવાર વડે કેક કાપવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો કવાસ ગામનો હોવાની ચર્ચા થઇ રહી છે. વીડિયોમાં ” સુનિલ ” નામથી સાત કેક જોવા મળી રહી છે. જે કેક બર્થ ડે બોય દ્વારા સોસાયટી બહાર જાહેરમાં કાપવામાં આવી રહી છે. તેમજ બર્થ ડે બોયના હાથમાં ખુલ્લી બે તલવારો જોવા મળી રહી છે. સાથે જ દારૂબંધીના પણ લીરેલીરા ઉડતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. બર્થ ડે ઉજવણી દરમ્યાન બિયરની છોળો ઉછળતી જોવા મળી રહી છે.