ઘટનાની જાણ થતા દોડી આવેલા પતિએ નાકમાંથી લોહી નીકળતી અને શ્વાસ રૂંધાવાથી બેભાન થયેલી પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા
પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાને બે મિનીટ મળવાના બ્હાને બોલાવી બંધ રૂમમાં લઇ જઇ “તુને મુઝે ધોખા દિયા હૈ તુ મુઝધે નહી ચાહતી” એમ કહી દુપટ્ટા વડે ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગળુ દબાવતા નાકમાંથી લોહી નીકળવાની સાથે બેભાન થઈ જતા પરિણીતાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.