વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી જાન્યુઆરીએ દાંડી ખાતે ગાંધી સ્મારક પર મીઠા સત્યાગ્રહમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાનું અનાવરણ કરવા જવાના છે. દાંડીમાં તે વખતે મહાત્મા ગાંધીની એક તસવીર ખૂબ પ્રચલિત બની હતી. એ તસવીરમાં મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી તેમની લાઠી પકડીને ચાલી રહ્યા છે.
આજે તો મહાત્મા ગાંધી કે તેમના પૌત્ર કનુભાઈ ગાંધી તો રહ્યા નથી પણ કનુભાઈ ગાંધીના જીવન સિંગીની ડો.શિવા લક્ષ્મી ગાંધી સુરતના ભીમરાડમાં રહે છે. ભાજપના કેટલાક નેતાઓ મીઠા સત્યાગ્રહના અવસરે વડાપ્રધાન પાસે મીઠા સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સાથે ભાગ લેનારા 38 સત્યાગ્રહીઓની પ્રતિમાનુ અનાવરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ભાજપના આ નેતાઓ કનુભાઈ ગાંધીના જીવન સંગિની ડો. શિવા લક્ષ્મીને નિમંત્રણ આપવાનું જ ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે. ડો.શિવા લક્ષ્મીને નિમંત્રણ આપવાની જરા સરખી પણ તમા દાખવી ન હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
સુરત ભાજપના તમામ નેતાઓ જાણે છે કે ડો.શિવા લક્ષ્મી સુરતના ભીમરાડ ગામમાં રહે છે. પરંતુ આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના કેટલાક નેતાઓ પોતાની લીટી મોટી કરવાની લહાયમાં પડી ગયા છે અને કદાચ આ જ કારણોસર ભાજપના નેતાઓએ અનેક નિમંત્રણ આપ્યા છે પરંતુ ગાંધીજીના હયાત કુંટુબીજનોને ભૂલી ગયા છે.