માહિલા કોર્પોરેટરના પતિએ બાંધકામ માટે 5 લાખ રૂપિયાની માંગણી કરતા એન્ટી કરપ્શન બ્યુરોએ કોર્પોરેટરના પતિને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. એસીબીના સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર-25ના ભાજપના કોર્પોરેટર મીનાબેન દિલીપ ભાઈ રાઠોડના પતિએ ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
જેની ફરિયાદ ફરિયાદી દ્વારા એસીબીમાં કરવામાં આવી હતી. ફરિયાદી અનુસાર એક મહિના અગાઉ તેમના જમીન પર કરવામાં આવેલા બાંધકામને ગેરકાયદેસર બતાવી તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે ફરી આ જમીન પર બાંધકામ કરવાની પરવાનગી લેવાની વાત આવી ત્યારે ભાજપના કોર્પોરેટર મીના રાઠોડના પતિ દિનેશ રાઠોડએ પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદી એ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. એન્ટિકરપ્શન બ્યુરો એ લાંચ નું છટકું ગોઠવી કોર્પોરેટર ના પતિ દિલીપ ને લાંચ લેતા રંગેહાથ પકડી લીધો હતો. એસીબીની ટીમે લિંબાયત વિસ્તાર માં આવેલા કોર્પોરેટરના ઘરે લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.