છેલ્લા 72 કલાકમાં પાંચ-પાંચ યુવાનોની હત્યા સાથે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે લોહિયાળ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. પુણાગામ, ડીંડોલી, પાંડેસરા, લિંબાયત બાદ ફરી પાંડેસરા વિસ્તારમાં એક યુવાનને જાહેરમાં જ રહેંસી નખાયો હોવાની ઘટના સામે આવતાં પોલોસ પેટ્રોલિંગ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હત્યાઓમાં મિત્રે મિત્રની, યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમી, ધંધાની અદાવત અને પ્રેમપ્રકરણનો સમાવેશ થાય છે.
હત્યાના કેસો :
- પહેલો કેસઃ રાત્રે પ્રેમપ્રકરણમાં હત્યા
- બીજો કેસઃ મિત્રની હત્યા કરી લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી
- ત્રીજો કેસઃ સારોલીમાં મોં પર મુક્કો મારતાં યુવકનું મોત
- ચોથો કેસઃ ધંધાની અદાવત રાખી બૂટલેગરની હત્યા કરાઈ
- પાંચમો કેસઃ પાંડેસરામાં એક પ્રેમીએ બીજા પ્રેમીનું ઢીમ ઢાળ્યું