સુરત માં યથાવત રહેલી કોરોના ની સ્થિતિ વચ્ચે પરપ્રાંતીયો ને વતન જવા કરાયેલી વ્યવસ્થા બાદ હવે રત્ન કલાકારો ને પોતાના વતન જવા પરમીશન અપાતા સુરત ના મીની સૌરાષ્ટ્ર એવા વરાછા માં માતાવડી વિસ્તારમાં ટ્રાવેલ્સ ની ઓફિસમાં વહેલી સવારથી લોકો ની ભીડ ઉમટી પડી હતી. સુરતથી સૌરાષ્ટ્ર જવા કલેકટર દ્વારા મંજૂરી અપાતા હવે રત્ન કલાકારો વતન ની વાટ પકડશે. પ્રથમ ચાર દિવસ માત્ર લક્ઝરી બસોને મંજૂરી આપવામાં આવશે
ત્યાર બાદ ખાનગી વાહનોને છૂટ આપવામાં આવનાર છે જેથી લોકો પોતાના વાહનો મારફતે વતન જઈ શકશે.
ઉપરાંત આ માટે ઓલપાડ અને દેલાડ ખાતે ચેક પોસ્ટ ઊભી કરાશે જ્યાં મુસાફરોના સ્ક્રીનીંગ બાદ બસોને રવાના કરાશે. જોકે આ માટે 14 દિવસ ફરજીયાત હોમ કવોરનટાઈન રહેવું પડશે. અને સરકાર ની તમામ ગાઇડલાઇન નું પાલન કરવું પડશે. કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થા ન ટૂટે તેનું ધ્યાન રાખવાની શરતો નું પાલન કરવાનું રહશે. કોરોના માં ઘરો માં રહી ત્રાસી ગયેલા રત્ન કલાકારો અને અન્ય બિઝનેસ કરતા લોકો સૌરાષ્ટ્ર તરફ મોટી સંખ્યા માં જવા રવાના થશે.