કોરોના સામેની લડાઈમાં લોકો સરકારને સાથ આપી રહ્યા છે. સુરતના આ લોકો સાચા અર્થમાં સમાજના કોરોના વોરિયર છે. આ લોકોએ એવી પદ્ધતિઓ શોધી જેથી કોરોનાની લડાઈ લડતા હેલ્થ કર્મી, સામાજિક સંસ્થાઓ, તંત્રને આવતી સમસ્યાઓ દૂર થઈ શકે અને ખૂબ સહલાઇથી કામ થઈ શકે. બે યુવાનોએ રોબોટીક ટ્રોલી બનાવી જે સુરત સિવિલ હોસ્પિટલને આપવામાં આવી છે. આ ટ્રોલી કોરોના દર્દીઓને જમવાનું પહોંચાડવામાં મદદ કરશે.