રાજકોટમાં જસદણ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જોરશોરમાં ચાલી રહ્યું છે ત્યારે જસદણવાસીઓ સહિત અનેક સુરતીઓ 25 બસો ભરીને સુરતથી જસદણ થવા રવાના થઈ હતી, જે આજ રોજ જસદણ પહોંચી છે. સૌરાષ્ટ્રવાસીઓ આજે એક સાથે ફાયનલ મતદાન કરવા માટે સુરતથી જસદણ પહોંચ્યા છે. સુરતના જસદણવાસીઓ પણ આ મતદાનમાં જોડાયા છે.
જસદણમાં 35 ટકા કોળી પાટીદારો છે. 20 ટકા લેઉઆ પાટીદારો છે અને 7 ટકા કડવા પાટીદારો છે. જેમાં સૌથી વધું કોળી સમાજનું મતદાન જોવા મળી રહ્યું છે. હવે 23 ડિસેમ્બરના રોજ જીતનો ઝંડો લહેરાશે