સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ માં આજે સવારે એક દુકાનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા વારા ફરથી ૩ ગોડાઉન અને 1 દુકાન અને ચા નાસ્તાની ત્રણ લારીઓ ઝપેટમાં આવી હતી જેના લીધે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી જોકે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલમાં આજે સવારે 10:52 વાગ્યે એક દુકાનમાં આ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વારાફરતી એક દુકાન અને ત્રણ ગોડાઉન તથા ચા નાસ્તા સહિત 3 લારીઓ ઝપેટમાં આવી હતી. જેના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. આગની લપેટમાં વેસ્ટેજ પ્લાય, પુઠા, ભંગારનું ગોડાઉન અને એક વેલ્ડીંગની દુકાન તથા ચા નાસ્તા સહિતની ત્રણ લારીઓ આવી ગઈ હતી.
આગના લીધે ત્યાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ અંગે ફાયર ઓફિસર હિતેશભાઈ પાટીલ ને જાણ થતા ફાયર જવાનો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો આ સાથે ત્યાં સચીન જીઆઇડીસી અને હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલની ફાયરની ગાડીઓ પણ ત્યાં તરત ધસી ગઈ હતી પાંચ કલાક સુધી ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કર્યા છતાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું પણ ફાયરજવાનોની સમયસૂચકતાને લીધે આગ ફેલાવવા નહી દેતા આજુબાજુના કાપડ યુનિટી બચાવી લીધા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.