પાંડેસરા GIDC ની ટેક્સટાઈલ મીલ દ્વારા યુનિક પ્રકારનું PPE તૈયાર કરવામાં આવ્યું છે. પોલિએસ્ટર કાપડમાંથી તૈયાર કરવામાં આવેલું આ PPE લોહી અને પ્રવાહી પ્રતિરોધક બેક્ટેરીયા, વાઈરસ અને સુક્ષ્મ જીવો સામે રક્ષણ આપતા ગુણધર્મો ધરાવે છે. પાંડેસરાની મીલ દ્વારા સંશોધન કરી પોલિએસ્ટર ફેબ્રિક્સની મદદથી જે PPE તૈયાર કરવામાં આવ્યું છે. તે રિયુઝ પ્રકારનું છે. જેને લગભગ 30 વાર ધોઈને કોરોના સામે રક્ષણ મેળવી શકાય તેવો દ્વારા કંપનીના મનન ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યો છે.