શહેરના લાલગેટ વિસ્તારમાં મુસ્લિમ પરિવારની પુત્રવધુની સમયાંતરે છેડતી કરવા ઉપરાંત શારિરીક-માનસિક ત્રાસ આપી કનડગત કરનાર સસરા અને પૈસાની માંગણી કરનાર પતિ વિરૃધ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. લાલગેટ વિસ્તારમાં રહેતી આયેશા (નામ બદલ્યું છે)ના લગ્ન વાજીદ ગફાર ડેરીયા સાથે થયા હતા.
લગ્નના એક વર્ષ સુધી દામ્પત્યજીવન રહ્યુ સુખમય અને પછી…
લગ્નના એક વર્ષ સુધી દાંમ્પત્યજીવન સુખમય રીતે પસાર થયું હતું. પરંતુ ત્યાર બાદ સસરા ગફાર આદમ ડેરીયાએ આયેશાની કનડગત કરવાનું શરૃ કરી દીધું હતું. આયેશા કપડા ધોતી હોય ત્યારે પાછળથી ઘસી આવી પીઠના ભાગે હાથ ફેરવતો હતો. તો કયારેક પાણી આપવાના બહાને હાથનો સર્પશ કરતો હતો. આયેશા પોતાના રૃમમાં કપડા ચેન્જ કરતી હોય તો ત્યારે પડદો ખોલી અશ્લિલ નજરે જોવાની સાથે બિભત્સ માંગણી કરતો હતો.
આયેશા પતિ સાથે સુતેલી હોય ત્યારે…
ગફારે હદ તો ત્યારે વટાવી હતી કે, આયેશા તેના પતિ સાથે સુતેલી હોય ત્યારે રૃમમાં ઘસી આવતો હતો અને મોબાઇલની લાઇટ વડે પુત્ર વાજીદ સુઇ ગયો હોય તેવા સમયે આયેશાને સર્પશ કરી પોતાની વિકૃતિ સંતોષતો હતો. સસરા ગફારની રોજબરોજની હરકતોથી કંટાળી આયેશાએ પતિ વાજીદને ફરિયાદ કરી હતી. પરંતુ વાજીદ પિતાને ઠપકો આપવાને બદલે તેમની અશ્લિલ હરકતો અંગે આંખ આડા કાન કરતો હતો અને આયેશા પાસે પૈસાની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો. જેથી છેવટે કંટાળીને આયેશાએ પતિ વાજીદ અને સસરા ગફાર વિરૃધ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.