કતારગામની બહુચરાજી નગરમાં આવેલ સર્વોદય વિદ્યાલય ના ધોરણ નવમા અભ્યાસ કરતા 15 વર્ષીય વિધાર્થી રિદ્ધેશ ચાવડાએ સત્તર મી તારીખના રોજ શાળાએથી ઘરે આવી ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..શાળા સંચાલકોએ ફી મુદ્દે વિધાર્થીને શાળાએથી હાંકી કાઢી દબાણ કર્યું હોવાના આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યા હતા.લીએ એ પણ આક્ષેપ કર્યા હતા કે શાળાના આચાર્ય,ટ્રસ્ટી તેમજ શિક્ષકે ફી મુદ્દે દબાણ કરતા તેમના પુત્રએ આ પગલું ભર્યું હતું. કતારગામ પોલીસે પિતાની ફરિયાદના આધારે શાળા સંચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસની ધરપકડ થી બચવા શાળા સંચાલકોએ કોર્ટમાં આગોતરા મૂક્યા હોવાનું જાણવા મળે છે..બીજી તરફ શાળા સંચાલકોએ વિદ્યાર્થીના ઘરે જઈ વાલી પાસે કોરા કાગળ પર સહી કરાવવા દબાણ કરતા હોવાના આક્ષેપ થયા છે.દ્યાર્થીના પિતા કિશોરભાઈ ચાવડાએ આજ રોજ પોલીસ કમિશ્નરને આ મામલે આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી.તેમણે રજુવાતમાં ઉમેર્યું હતું કે શાળા સંચાલકો કેસથી બચવા તેમના પર દબાણ લાવી રહ્યા છ.કોરા કાગળ પર સહી કરાવવા ધકધમકીઓ આપી રહ્યા છે.જેથી નવસર્જન ટ્રસ્ટના સભ્યોની મદદથી શાળા સંચાલકો સામે પગલાં ભરવા પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવા આવ્યા છે.