દુલ્હા દુલ્હનની હટકે એન્ટ્રી પડી ભારે સુરતના વેસુ વિસ્તારમાં દુલ્હા – દુલહનની હટકે એન્ટ્રી માટે લાવવામાં આવેલ મહાકાય ક્રેન રિહરસલ દરમ્યાન અચાનક તૂટી પડતા બે ફોર વ્હીલ કારનો ફૂડચો બોલાઈ ગયો હતો.સુરતના વેસુ વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગ અગાઉ સંગીત સંધ્યાના સમય દરમ્યાન આ ઘટના બની હતી.જ્યાં રિહરસલ કરનાર યુવકનો બચાવ થયો હતો.જો કે દુલ્હા- દુલહનની હટકે એન્ટ્રી પહેલા જ બનેલી આ ઘટનાએ સૌ કોઈને રુવાટા ઉભા કરી દીધા હતા.
સુરતના વેસુ સ્થિત મણી બા પાર્ટી પ્લોટમાં ગત રોજ સાંજના સમયે એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લગ્ન પ્રસંગ પહેલા સંગીત સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. દુલ્હા- દુલહનની હટકે રીતે એન્ટ્રી કરાવવા અહીં એક વિશાળ ક્રેન મંગાવવામાં આવી હતી.જ્યાં અગાઉ એક રિહરસલ પણ કરવામાં આવ્યું હતું.

એક તરફ સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો,તો બીજી તરફ દુલ્હા- દુલહનની હટકે એન્ટ્રી કરાવવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમ્યાન રિહરસલ વેળાએ આ મહાકાય ક્રેન ધડાકાભેર સાથે અચાનક નીચે તૂટી પડી હતી. જ્યાં રિહરસલ કરનાર યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના જોઈ ત્યાં હાજર લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા અને તાબડતોબ લોકો પળભરમાં જ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા…ક્રેન ધડાકાભેર સાથે ત્યાં પાર્ક કરેલ ફોર વ્હીલ પર તૂટી પડતા બે જેટલી કારનો ફૂડચો બોલાઈ ગયો હતો જે ઘટના લોકોએ પોતાની આંખે નિહાળતા સૌ કોઈને રુવાતા ઉભા થઇ ગયા હતા.
