સુરતમાં બાળકીની હત્યાનો મામલાએ જોર પકડ્યુ છે. સમગ્ર ગુજરાતમાં અા મામલે દેખાવો યોજાઈ રહ્યા છે. ત્યારે અાજે
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વ્યંઢળોએ દેખાવો કર્યા છે. સમાજના અેક શરમજનક ગણાતા હિસ્સા સમાન અને જેમની સાથે હંમેશા અણછાજતુ વર્તન કરવામાં અાવે છે તેવા વ્યંઢળો પણ અા હીચકારી કૃત્યથી કંપી ઉઠ્યા છે અને તેમણે પણ અા મામલાની જોરદાર નીંદા કરી દેખાવો યોજ્યા છે. બાળકીને ન્યાય મળે અને બાળકીની ઓળખ થાય તે માટે પોસ્ટરો લઈને દેખાવ કર્યા હતા.
અા મામલાની અસર થતા હવે ગાંધીનગર ખાતે સુરત બળાત્કાર કાંડ મામલે ગુજરાત મહિલા આયોગે સુરત કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે.