દારૂની હેલ્થ પરમીટ રિન્યુ કરાવવાની હોવાથી મેડિકલ અભિપ્રાય માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. આ હેલ્થ પરમીટની કામગીરી અંગે આરોગ્ય વિભાગમાં ફરિયાદો થતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં આખરે રાજ્યના આરોગ્ય વિભાગે વર્તમાન ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને પોસ્ટ પરથી ખસેડીને બીજા ડૉક્ટરને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ વિદેશી દારૂની હેલ્થ પરમીટના ધારકો પરમીટ રિન્યુઅલ માટે નાનપુરા બહુમાળી બિલ્ડીંગમા નશાબંધી આબકારી વિભાગ હેલ્થ પરમિટ બુકને પરમીટ ધારકોના અભિપ્રાય માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. આવા સંજોગોમાં દારૂની હેલ્થ પરમીટની કામગીરી યોગ્ય રીતે કરાતા નહીં સહિતની રાજ્યના આરોગ્ય વિભાગ પરમીટ ધારકોના એજન્ટ કમ દલાલ કમ વચેટિયાઓ કોઈના કહેવાથી સિવિલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવેકર વિરૂદ્ધ આધાર પુરાવા વગર ફરિયાદો કરવામાં આવી હતી. જેથી દારૂની હેલ્થ પરમીટનો વિવાદ સર્જાતા થોડા દિવસો અગાઉ સિવિલના તબીબી અધિક્ષકે પરમીટ ધારકોને એજન્ટો કમ દલાલનો ત્રાસ દૂર કરવા માટે પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં તમામ અરજદારે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષકની કચેરીમાં સોમવારથી શુક્રવારે સાંજે તેમણે પોતાનું ઓળખકાર્ડ, મેડીકલ ફાઇલ અને સરકારની રોગી કલ્યાણ સેવા સમિતિ નિયત કરેલી ફી રસીદી સાથે ઉપસ્થિત રહેવું.
આ ઉપરાંત કોઈ પણ વધારાની ફી કે નાણા અત્રેની કચેરીથી લેવામાં આવતા નથી. આ સિવાય જો કોઈ અન્ય વ્યક્તિ અત્રે સંસ્થાના નામે નાણાની માગણી કરે તો તેની પાસેથી પાકી રસીદ લેવાનો અચૂક આગ્રહ કરવો અને અન્ય કોઈ એજન્ટ કે દલાલને વધારાના નાણા આપવા નહીં જેની ખાસ નોંધ લેવી. આ અંગેનો પરિપત્ર જારી કર્યા બાદ કેટલાક હેલ્થ પરમીટ રીન્યુ માટે નવી સિવિલમાં આવતા વચેટિયા કમ દલાલ કમ એજન્ટો રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું અને રાજ્યના આરોગ્ય અધિકારીએ આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ જાતની તપાસ કરવા વગર આ વચેટિયાઓની વાત માની આખરે ડૉક્ટર ગણેશ ગોવેકરને ઇન્ચાર્જ તબીબી અધિક્ષકની પોસ્ટ પરથી ખસેડી મુક્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે ડૉક્ટર ગણેશ ગોવેકરની જગ્યાએ સિવિલ આંખ વિભાગના વડા ડૉક્ટર પ્રીતિબેન કાપડિયાને ઇન્ચાર્જ તબીબી અધિક્ષકનો ચાર્જ ગઈકાલે સાંજે સોપ્યો હતો.