સુરત : વિશ્વભરમાં ચકચાર જગાવનાર બીટકોઈન પ્રકરણ માં કઈ કેટલાય લોકો એ પોતાના પૈસા ડૂબાવ્યા છે તે બીટકોઈનના માસ્ટર માઈન્ડ દિવ્યેશ દરજીની પોલીસે ધરપકડ કરી છે ત્યારે હવે પછી ખુલનારા ભેદ ખુલે ત્યારે ખરા પરંતુ દુબઇ માં કરોડો ની કિંમત ની લગઝરીયસ કારો માં ફરનારા દિવ્યેશ ની દુબઇ ની તમામ કુંડળી સત્યડે દૈનિક અને સત્યડે ડોટકોમ પાસે આવી ગઈ છે જેમાં તેના તમામ બેન્ક એકાઉન્ટ થી માંડી તેના સંપર્કો વગેરે માહિતી નો સમાવેશ થાય છે અને આ તમામ માહિતી સત્યડે દૈનિક અને સત્યડે ડોટકોમ માં લોકો વચ્ચે જાહેર કરવામાં આવનાર છે અત્રે નોંધનીય છે કે દિવ્યેશ દુબઇથી દિલ્હી એરપોર્ટ ઉપર આવ્યો હતો. દિલ્હી એરપોર્ટ ઉપરથી તેને ગાંધીનગર અને ત્યારબાદ તેની સીઆઇડી ક્રાઈમે ધરપકડ કરી હતી, બીટકનેક્ટ કંપનીના ડાયરેક્ટ એવા ધવલ માવાણી અને સતિષ કુંભાણી ની તપાસ ચાલુ છે, બીટકોઈન કંપની 2016માં જાહેર માં આવી હતી અને 2017માં આ કંપની દ્વારા બીટકનેક્ટ કોઇન લોંચ થયો ત્યારથી ચાલુ વર્ષના જાન્યુઆરી મહિના સુધી આ કંપની જોર માં હતી દિવ્યેશ દરજી આ કંપની દ્વારા સમગ્ર ભારતમાં જે કોઇ રોકાણ થતું તેમાંથી કમિશન પણ મેળવતો હોવાનું બહાર આવ્યું છે , સુરત ના વતની એવા દિવ્યેશ દરજી વિશે મોટાભાગ ના મીડિયા માં આ બધું આવી ચૂક્યું છે પરંતુ દુબઇ માં તેના તાર અને તેના કનેક્શનો ની ઝીણામાં ઝીણી વિગતો સત્યડે પર્દાફાશ કરવા જઈ રહ્યું છે અને તબક્કાવાર આ તમામ વિગતો આપના સુધી પહોંચાડીશું , પોલીસ તેંમની રીતે તપાસ કરી રહી છે અને ઇડી ના અધિકારીઓ પણ તપાસ માં જોડાયા છે પરંતુ દિવેશ દરજી ખૂબ પહોંચેલી માયા છે જેની કરમ કુંડળી નો ભેદ ખૂબ જલ્દી લોકો સમક્ષ લાવીશું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.