વિદેશી દારૂની હેરાફેરી કરવા એકમાત્ર રેલવે માર્ગ બુટલેગરો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. જ્યાં રેલવે અને આરપીએફ પોલીસની નાક નીચે ચાલતી વિદેશી દારૂની હેરાફેરી નો ચાળી ખાતો કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. વાપી – સુરત રેલવે વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનના પાર્શલ બેગમાં લઈ જવાતો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સચિન નજીક કેટલાક સ્થાનિક લોકોને આ બાબતની માહિતી મળી હતી ,જ્યાં બાદમાં રેલવે આરપીએફ ને જાણ કરાતાં સમગ્ર દારૂનો જથ્થો ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
નશામુક્ત ગુજરાત ની વાતો કરતી રાજ્ય સરકાર ના દાવા હવે કાગળ સીમિત રહી ગયા છે.સરકાર ભલે કડક દારૂબંધી ની વાતો કરતી હોય ,પરંતુ સરકારની આ વાતો અને દાવાઓ સાવ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે બુટલેગરો કેટલાક ખાઈ બડેલા પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠ માં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં સફળ સાબિત થઈ રહ્યા છે.
વાત છે સુરતની,જ્યાં ભેસ્તાન રેલવે સ્ટેશન નજીક વાપીથી આવતી પેસેન્જર ટ્રેનના પાર્શલ બેગમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મોડી રાત્રે મળી આવ્યો હતો. સચિન રેલવે સ્ટેશન પર કેટલાક જાગૃત નાગરિકોને આ બાબતની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રેલવે આરપીએફ ને જાણ કરાઈ હતી.
આરપીએફ પોલીસના કર્મચારીઓએ સચિન રેલવે સ્ટેશન પર આવી પહોચેલી વિરાર શટલ ના પાર્શલ બેગમાં તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પાર્શલ બેગમાં અંદરથી કોઈ ઇસમે બંધ કરી હોય ખોલી ન શકાય હતી.જો કે બાદમાં ટ્રેન ચાલુ થઈ ગઇ હતી અને ભેસ્તાન રેલવે સ્ટેશન પર ટ્રેનનું ચેન પુલિંગ કરી રોકી દેવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા બોગીમાંથી મોટા પ્રમાણમાં દારૂમો જથ્થો મળી આવ્યો. પાર્શલ બેગમાં દારૂનો જથ્થો આરપીએફ દ્વારા પાર્શલ બેગ નીચે ઉતારી ટ્રેનને રવાના કરાઈ હતી.જો કે વિદશી દારૂનો જથ્થો લઈ જનાર શખ્સો ટ્રેનમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આરપીએફ દ્વારા દારૂનો જથ્થો કબ્જે લઈ જીઆરપી પોલીસને સોંપવાની તજવીજ મોડી રાત્રે હાથ ધરાઈ હતી. ત્યારે રેલવે પોલીસ આ મામલે કેટલી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી બુટલેગરોને ઝડપી પાડે છે તે હવે જોવાનું રહ્યું.