ખાણીપીણીના શોખીન સુરતીઓ ને કેટલાક વેપારીઓ પોંક વડાના નામે ભેળસેળિયા વડા પધરાવી રહ્યા છે. વાસ્તવિકતા ખબર ન હોવાથી સુરતીઓ આવા પોકવડા મારે ટેસ્ટ થી આરોગી રહ્યા છે. પોંક માટે જાણીતા એવા સુરતમાં હજી પોંકનું વેચાણ હજી માંડ શરૂ થયું છે. પોંક 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારમાં પોંકવડાના સ્ટોલ ખુલી ગયા છે. આ સ્ટોર ઉપર પોંકવડા 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. સુરતીઓ ટેસ્ટના શોખીન હોવાથી પોંકવડા ભારે ટેસ્ટ થી ઝાપટી રહ્યા છે. પોંક વડા ખાનારા લોકો ને ખબર જ નથી કે પોંકવડાનું વેચાણ કરતા મોટાભાગના ફરસાણના વેપારીઓ ભેળસેળિયા વડા વેચી રહ્યા છે.
ફરસાણમાં આ વેપારીઓ પોંક વડામાં ખમણનો ભૂકો, કાંદા, ગરમ મસાલો, બાદીયાનો ભૂકો અને પોકને બદલે બાફેલી જુવારનો ઉપયોગ કરે છે. લોકોને ખબર ન પડે તે માટે જુવારને બાફી ને તેના ઉપર લીલો કલર કરી દેવામાં આવે છે. જેના કારણે વડા ખાનારને જુવાર નહીં પણ પોંક જ લાગે છે. મોટાભાગના ફરસાણના વેપારીઓ આવી રીતે પોંક વડા બનાવતા હોવા છતાં લોકોને વાસ્તવીકતા ખબર ન હોવાથી લોકો ટેસ્ટ થી તેને આરોગી રહ્યા છે.