મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એગ્લો ઉર્દુ હાઈસ્કુલની અાવનારી ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કે.પી વિરુદ્ધ નસીમ કાદરી વચ્ચે જંગના પેતરાઓ અને એકબીજાને બદનામ કરવામાં અાવતી પોસ્ટ સાબિત કરે છે કે અા ચૂંટણી અાવનારા દિવસોમાં વધુ દિલચસ્પ બનશે. છેલ્લા બે વર્ષમાં વર્તમાન પ્રમુખ ફારૂખની કામગીરી એગ્લો ઉર્દુ હાઈસ્કુલમાટે પ્રશંસનીય રહી છે પણ સવાલ એ છે કે કમિટીને વિશ્વાસમાં લીધા વગર ફારૂક કે.પી દ્નારા 400 મેમ્બરોની નોંધણી કરાવવાની કેમ ફરજ પડી????
શું ફારૂક કે.પીને પોતાના સારા કામો પર ભરોસો નહતો કે પછી ફારૂક પોતાનો પ્રમુખ કાળ હિટલર શાહીથી ચલાવવા માંગતા હતા?
એગ્લો ઉર્દુ હાઈસ્કુલમાં કે.પીના પ્રમુખ કાળ દરમિયાન થયેલા ફાયદાઓ અા છેલ્લા બે વર્ષમાં એગ્લો ઉર્દુ હાઈસ્કુલની કોમ્પ્યુટર સેવા અને અાર.ઓ. પ્લાન્ટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ પણ ખરેખર અા સુવિધાઓ શહેરના મુસ્લિમ યુવા પત્રકાર વહાબ બેલીમની ભલામણથી ભાજપના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશના ગ્રાન્ટમાંથી લેવામાં અાવી પણ અા સુવિધાઓ એગ્લોને ઉપલબ્ધ કરાવવાની વાહવાહી ફારૂક કે.પીએ કેમ લૂટી ખરેખર તો કામગીરી કમિટીના મેમ્બરો દ્વારા કરવામાં અાવતી હોવા છતાં પ્રમુખ સાહેબ કેમ પોતે જ અા કામ કર્યો હોવાની ડંફાસો મારી. જ્યારે અા ચૂંટણીમાં કે.પી.ની પેનલના સારા એવા નામના ધરાવનારા અને સમાજમાં ઈજ્જત ધરાવનારાઓ કેમ નસીમ કાદરી સાથે જોડાયા તેના પાછળનું કારણ પણ લોકચર્ચા મુજબ કે.પી.નું અેક હથ્થુ શાસન કહેવામાં અાવે છે. કે.પી. દ્વારા ઓડિટ રિપોર્ટ કમિટીને વિશ્વાસમાં લીધા વગર કેમ રાખવામાં અાવ્યો ?કે.પી. દ્વારા પરમિશન લીધા વગર પ્રગટ કરવા નીકળતા ઈલેક્શન કમિશનરે કે.પી.ને પ્રગટ કરતા પણ રોકી લીધું એગ્લો ઉર્દુ હાઈસ્કુલ એક મોટી અને વિશાળ સ્કૂલ છે. થોડા સમય પહેલા જ નસીમ કાદરી દ્વારા અા સ્કૂલને કલર કરવામાં અાવી હતી.
લોકચર્ચા મુજબ જાણવા મળતી માહિતી વધુ ચોંકાવનારી છે કે ફારૂક પોતાના 4થી 5 મળતીયાની સાથે જ છેલ્લા બે વર્ષમાં એગ્લો ઉર્દુ હાઈસ્કુલનો વહિવટ ચલાવતા હતા અા કારણે પણ તેમની કમિટીના મેમ્બરો તેમનાથી નારાજ થતા નસીમ કાદરીની સાથે બેસી ગયા હોવાની વાત જાણવા મળી રહી છે. વધુ ચોકાવનારી વિગત એ છે કે ફારૂક પોતાની વાહવાહી લૂંટવા ડીવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવી પોતે જ કર્તાધર્તા હોય તેમ લોકો સાથે વર્તન કરતા હોવાની પણ ચર્ચાએ સમગ્ર શહેરમાં જોર પકડ્યૂં છે.