લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં ભાજપને ફટકો પડ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો ગાડરીયો પ્રવાહ ચાલી રહ્યો હતો પરંતુ પવનની દિશા ફંટાતી હોય એવું લાગી રહ્યું છે.
બિમલ શાહ અગાઉ બળવો કરીને અપક્ષ ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્યાર બાદ ફરી પાછા ભાજપમાં આવ્યા હતા. પરંતુ લાંબા સમયથી તેઓ પાર્ટીના રવૈયાના કારણે નારાજ ચાલી રહ્યા હતા. આજે વિધિવત તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
સુરત જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અનિલ પટેલ (કંટાણી)એ ભાજપને રામરામ કરીને કોંગ્રેસની કંઠી બાંધી હતી. તેમની સાથે સાથે જિલ્લા પંચાયતના દબંગ સદસ્ય દર્શન નાયક અને રિટાયર્ડ આઇ.એ.એસ.જગતસિંહ વસાવા પણ કોંગ્રેસમાં જોડાતા સુરત જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોમાં નવુ જોમ ઉમેરાયું છે.