સુરતના ઉધના વિસ્તારમાંથી ઝડપાયું નકલી શૂઝ બનાવવાનું ગોડાઉન. ઉધના રોફ નંબર 6 પર આવેલ ગોડાઉનમાથી ઝડપાયો મોટા પ્રમાણમાં શૂઝનો જથ્થો.લાખો રૂપિયાના શૂઝનો જથ્થો પોલીસે કર્યો જપ્ત.
અલગ અલગ કંપનીના શૂઝનું ડુપ્લીકેટ કરી ઓનલાઈન કરવામાં આવતું હતું વેચાણ.નાઈક,પુમા જેવી કંપનીઓનું ડુપ્લીકેટ કરી ઓનલાઈન કરવામાં આવતું વેચાણ.આશરે બે કરોડનો જથ્થો જપ્ત કરવામાં અાવ્યો.ઓનલાઈન ડુપ્લીકેટ શૂઝ વેચવાનું મસમોટા રેકેટનો પર્દાફાશ.
અાજના ઝડપી યુગમાં અાપણે સૌ છાશવારે ઓનલાઈન શોપિંગ કરતા હોય છીએ ત્યારે અાજે વ્યાપક પ્રમાણમાં અાવા ડુપ્લીકેટ શૂઝનો જથ્થો ઝડપાતા લાલબતી સમાન છે. બે કરોડની માતબર રકમનું અા રેકેટ ઝડપાતા પાલીસની પ્રશંસનીય કામગીરી ગણાવી શકાય.