આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસક પક્ષ દ્વારા હવે ખાતમુહૂર્ત અને કાર્યક્રમોની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરતની મુલાકાતે છે. નીલગીરી મેદાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત કોર્પોરેશનના અંદાજિત 3,000 કરોડથી વધુના કામોને આખરી ઓપ આપશે અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. વિવિધ પ્રોજેક્ટ્સ જાહેર જનતા માટે ખોલવામાં આવશે, અને જાહેર સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે નવા પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવશે.
પીએમ લિંબાયત નીલગીરી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિપેડનું આયોજન કરવા માટે રાજકારણીઓ અને અધિકારીઓ દ્વારા એક સ્થળની મુલાકાત લેવામાં આવી છે. મમતા ટોકીઝની સામેના ખુલ્લા મેદાનમાં અથવા મહર્ષિ આસ્તિક સ્કૂલના મેદાનમાં હેલિપેડ બનાવી શકાય છે.મહર્ષિ આસ્તિક મંદિરથી નીલગીરી મેદાન સુધી રોડ શોનું પણ આયોજન કરી શકાય છે.
વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાનની મુલાકાત મહત્વની છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ભારે ઉત્સાહિત છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટી પોતાના પગ ફેલાવી રહી છે તે જોઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સુરત પર ખાસ નજર રાખી રહ્યા છે. મળતી માહિતી મુજબ મહર્ષિ આસ્તિક મંદિરથી નીલગીરી મેદાન સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવી શકે છે. વહીવટીતંત્રની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો પણ સક્રિય બન્યા છે.