પોલીસને સુરતના શહેરના ભટાર વિસ્તારમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકી 8 કલાકમાં મળી આવી હતી. પાંડેસરાથી અપહરણકર્તાની પકડમાંથી બાળકીને મુક્ત કર્યા બાદ પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. ખટોદરા, એસઓજી, ડીસીબી, સચિન જીઆઇડીસી, પાંડેસરા, ઉમરા પોલીસની ટીમો બાળકીને શોધી રહી હતી.
પોલીસે 500 ઝૂંપડામાં શોધખોળ કરી હતી, આ પછી પણ બાળકી મળી ન હતી. દરમિયાન એક મહિના પહેલા બાળકીને દત્તક લેનાર મહિલા વિશે પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે જ્યારે મહિલાની પૂછપરછ શરૂ કરી ત્યારે અપહરણનો વિચાર આવ્યો. ખટોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલે જણાવ્યું હતું કે, છોકરી શનિવારે સવારે 11 વાગ્યે ઘરની બહાર રમી રહી હતી, ત્યારે એક મહિલાએ તેને પોતાના ખોળામાં લીધી હતી.
પરિવારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં સાંજે 5 વાગ્યે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી હતી. એ મહિલાને કોઈ સંતાન નથી. તે બાળકી ને તેના ઘરે લઈ જતી અને રમતી. શનિવારે બાળકી નું અપહરણ કર્યા બાદ આ મહિલાએ પ્રેમીને બોલાવીને રસ્તામાં આપવામાં આવી હતી .એ બંને બાળકી સાથે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસે દરેક ઝૂંપડાની નજીકી થી તપાસ કરી હતી. દરમિયાન પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું કે અમારા ઘરની પાછળ રહેતી મહિલા બાળકીને દત્તક લેવાની વાત કરતી હતી. પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી ત્યારે મોટા ખુલાસાઓ થયા. પોલીસે રવિવારે સવારે 3 વાગ્યે બાળકીને પાંડેસરામાં મહિલા પ્રેમીના ઘરેથી શોધી હતી. પોલીસે સંગીતા ભૈયાલાલ ગુપ્તા અને તેના પ્રેમી રાઘવેન્દ્રસિંહ પુત્ર યોગેશસિંહ રાજપૂત ની ધરપકડ કરી છે.