સુરત : કોરોના યુદ્ધની વચ્ચે, જ્યાં ડોક્ટરોની યોદ્ધાઓ તરીકે પ્રશંસા થઈ રહી છે. તે જ સમયે કેટલીક ઘટનાઓ એવી પણ સામે આવી રહી છે કે જ્યાં મુશ્કેલીની આ ઘડીમાં પણ હોસ્પિટલોનો લોભ ઓછો નથી થઈ રહ્યો. આવી જ એક ઘટના ગુજરાતમાં પ્રકાશમાં આવી છે, જ્યાં હોસ્પિટલે કોરોના પોઝિટિવ દર્દી પાસેથી 12 લાખ રૂપિયાથી વધુનું બિલ વસૂલ્યું છે.
ઘટના ગુજરાતના સુરત શહેરની છે. 13 મેના રોજ સુરતના ઝાપા બજાર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય ગુલામ હૈદર શેખને શરદી અને ખાંસીની ફરિયાદ ઉભી થઇ હતી. આ પછી તેને ફેમિલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. ગુલામ હૈદરને કોરોના વાયરસના લક્ષણોની સંભાવનાને કારણે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
48 કલાકમાં બીજા કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
દાખલ થયા પછી, અથવાગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઇ સ્ટાર હોસ્પિટલના ડોકટરોએ પરિવારજનોને જણાવ્યું કે, ગુલામ હૈદરની તબિયત ગંભીર છે અને વેન્ટિલેટર મુકવું પડશે. ડોકટરોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી 48 કલાકમાં, બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ સમય દરમિયાન ગુલામ હૈદરને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોને મળવા દીધા ન હતા. મોબાઇલ પરથી વીડિયો કોલિંગ પર વાત કરવામાં આવી રહી હતી. ડોક્ટરોએ પરિવારને એમ પણ કહ્યું હતું કે ગુલામ હૈદરના ફેફસાં ખરાબ છે.
14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા હતા. આ પછી, સાજા થતાં શનિવારે તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ બિલ જોઇને પરિવાર ચોંકી ગયો હતો. કારણ કે, 14 દિવસની આ સારવાર માટે તેની પાસેથી 12.23 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.