શહેરના ભટાર ખાતે ગઈકાલે સાંજે 17 વર્ષીય કિશોર ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે કિશોરના હાથ-પગ કાપડથી બાંધેલી હાલતમાં મળી આવતા તેના મોત અંગે શંકાઓ સેવાય રહી છે. મૃતકના બંને હાથ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા.
નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ભટાર રોડ ઉપર ઇન્દિરાનગરમાં રહેતી 17 વર્ષીય મોહમદ સાદીક મોહંમદ જાવેદ અન્સારી ગઈકાલે સાંજે ઘરમાં રહસ્યમય સંજોગોમાં હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના બંને હાથ અને પગ સફેદ કપડાં બાંધેલી હાલતમાં મળી આવતા તેના મોત અંગે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.
નોંધનીય છે કે મોહંમદ સાદિક ઉત્તરપ્રદેશના બનારસનો વતની હતો. તેના પિતા વતનમાં સંચા ખાતામાં કામ કરે છે તેના ચાર ભાઇ અને બેન છે. તે નોનવેજની દુકાન પર કામ કરતો હતો. આ અંગે ખટોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.