સુરત આઇટી વિભાગ દ્વારા શહેરના ખ્યાતનામ હેપી – હોમ ગ્રુપના અલગ અલગ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપી – હોમ ગ્રૂપ અને લીંબાયત સ્થિત બેન્ચમાર્ક ટેક્સટાઇલ્સ હબ પર આઇટી એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હેપી – હોમ ગ્રુપના કુલ 15 થી 20 સ્થળોએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યાં આ બને સ્થળોનો પણ સમાવેશ થાય છે.સૂત્રોના જણાવ્યાનુસાર મુકેશ હિમ્મત જે હેપી – હોમ ગ્રુપના મલિક છે.હેપી – હોમ ગ્રૂપ કોમર્શિયલ બાંધકામોના વ્યવસાય સાથે સંકળાયેલ છે.હેપી – હોમ ગ્રૂપ દ્વારા લીંબાયત સ્થિત દુભાલ ખાતે એશિયાનું સૌથી મોટું માનવામાં આવતું ટેક્સટાઇલ્સ માર્કેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.જે એક મોટું હબ ગણવામાં આવે છે.જ્યાં બેન્ચમાર્ક નામથી આ પ્રોજેકટ હેપી – હોમ ગ્રૂપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.હાલ આ તમામ સ્થળોએ આઇટી દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે.જો કે આઇટી ના સર્ચ ઓપરેશન દરમ્યાન નવા ખુલાસા બહાર આવે તેવી શકયતા હાલ સેવાઇ રહી છે.