સુરત : પોતાના પર ચાલી રહેલા રાજદ્રોહ કેસમાં તારીખ હોવાને કારણે પાસ નેતા હાર્દિક પટલે આજે સુરત કોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગુજરાત સરકાર ઉપર ખેડૂતોને પાણી અને વિજળીના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. અને સાથે સાથે તેમના ભાઈ રવિ પટેલ દ્વારા મુકેશ પટેલ પાસે નાણાં લેવાના મુદ્દે કેસ કરવો હોય તો કરવાની વાત કરી હતી.
સુરત કોર્ટ ખાતે રાજદ્રોહ કેસ મામલામાં આજે હાર્દિક પટેલ કોર્ટ ખાતે હાજર થયા હતા. કોર્ટરૂમમાં જતા પહેલા તેમણે મિડિયા સાથે વાત કરી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પાણી કટોકટી ઉપર તેમણે આકરા પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે 1 કરોડ જેટલા ખેડૂતો હાલ સરકારથી નારાજ ચાલી રહ્યા છે. અને સરકાર કેવી રીતે ખેડૂતોને ઉનાળુ પાક લેવાની ના પાડી શકે.
આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણી હતું તો ક્યાં ગયું એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. હાર્દિક પટેલના પિતરાઇ ભાઈ રવિ મુદ્દે તેમણે કહ્યું હતું કે પોતાની બહેનને વિદાય કરવા માટે ભાઈ જરૂરથી આવે જ. રવિ પટેલને ભૂતકાળમાં તેમણે ઓળખવાનો ઇન્કાર કર્યો હતો. તે મામલે તેમણે ઇન્કાર કરી જણાવ્યું હતું કે મે આવું કોઇ દી કહ્યું જ ન હતુ. દિકરીનો પ્રસંગ ઘરમાં હોય તો કોઇપણ પિતા કે ભાઈ એને ધામધૂમથી ઉજવે જ છે અને અમે પણ દિલથી ખર્ચ કર્યો છે જેને જે કરવું હોય તે કરી લે. અને રહી વાત મુકેશ પટેલની તો તેઓ મારા ઉપર કેસ કરી શકે