સુરત : કેરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી 250 કિલો કારબાઈટથી પકવવામાં આવેલી કેરીનો રસ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. કતારગામના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોકુલ રસ કેન્દ્રમાં સુરત મહાનગરપાલિકા ની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રસ કેન્દ્ર માં રાખવામાં આવેલ કેરેટ મા કારબાઈટ યુક્ત પકવેલી કેરી સહિત ખરાબ કેરીઓ મળી આવી હતી.આરોગ્ય કેન્દ્ર દ્વારા અગાઉ પણ 31 મેં ના રોજ આજ રસ કેન્દ્ર ને સીલ કર્યું હતું. પરંતુ તેમ છત્તા ફરી પરવાનગી મેળવી રસ કેન્દ્રના માલિક દ્વારા રસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. ફરી આજ રસ કેન્દ્રમા જ્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા તો પહેલા ની જેમ જ કારબાઈટ યુક્ત અને ખરાબ કેરીઓ મળી આવી હતી. અંદાજીત 250 કિલો જેટલી કેરીનો નાશ કરાયો છે. રસ કેન્દ્રના માલિક પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા 26 હજાર જેટલો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે જ્યારે આરોગ્ય વિભાગના દરોડાને લઈ વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહયો છે.