સુરત શહેરમાં કોરોના સામે લડત આપવા માટે તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ નવીન પોલીસીઓ અને ટેકનીક સાથે કોરોનાને માત આપવામાં આવી રહી છે. સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જે અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યપં હતું કે, સુરત શહેરમાં કેસો વધુ સામે આવી રહ્યા છે. જેની પાછળનું કારણે સુરતમાં વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને તેને પગલે શહેરમાં વધુ કેસો સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં ગુરૂવાર સુધીમાં કુલ 9313 જેટલા ટેસ્ટ કરાયા છે. તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
સુરત શહેરમાં ગુરૂવારથી એન્ટી બોડી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે માટે વલસાડથી 1000 જેટલી કીટ મંગાવવામાં આવી હતી., અને તે કીટનું પણ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સફળતા મળતા અને કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ સુરતમાં ગઈકાલથી એન્ટી બોડી ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે સુરતમા હવે નવી સિવિલ ઉપરાંત સ્મીમેરમાં પણ કોરોના ટેસ્ટ લેબ શરૂ કરી દેવામાં આવી છે. જે માટેની મંજુરી પણ મળી જતા હવે ઝડપથી ટેસ્ટ થશે. હાલમાં નવી સિવિલ અને સ્મીમેરમાં વધુ ટેસ્ટ પેન્ડીંગ હોય, હાલમાં ટેસ્ટીંગ ઓછું કરાયું છે તેમ પણ મનપા કમિશનરે માહિતી આપી હતી. સુરત શહેરમાં જાહેર થયેલા આંકડા પ્રમાણે અત્યારસુધીમા કુલ 429 પોઝીટીવ કેસ છે. અને મોતનો આંક 14 પર છે. સુરત શહેરમાં ગ્રીનઝોનમાંથી હવે વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી વધુમાં વધુ કેસ સામે પણ આવી રહ્યા છે. સુરત શહેરમાં સૌથી વધુ પોઝીટીવ કેસ લિંબાયત ઝોનમાં છે. લિંબાયત ઝોનમાં કુલ 178 પોઝીટીવ કેસ છે. અને ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાં 77 પોઝીટીવ કેસ છે