સુરતના કતારગામ વિસ્તારમાં પતિએ પત્નીને જીવતી સળગાવી દેવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. અશ્લીલ વીડિયો જોઈને પત્નીને ઠપકો આપતા પતિએ ગુસ્સામાં આવીને પત્નીની હત્યા કરી નાખી.
કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટીમાં અશ્લીલ વીડિયો જોતો પતિ તેની પત્નીના મોતનું કારણ બન્યો હતો. અશ્લીલ વીડિયોને લઈને પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ પત્ની પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું.
હત્યારો કિશોર વ્યવસાયે જ્વેલર્સ હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની હતી. અશ્લીલ વિડીયોના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થતો હતો. ચોકબજાર પોલીસે આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કતારગામ ધ્રુવતારક સોસાયટીમાં રહેતી કાજલ પટેલ (ઉંમર 25)ને ગઈકાલે બપોરે તેના પતિ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સ્મીર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પતિ કિશોરે જણાવ્યું કે પત્નીએ પોતાના પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો.
ચોકબજાર પોલીસે હોસ્પિટલે પહોંચી કાજલબેનનું નિવેદન લીધું ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. મૂળ મુંબઈની કાજલના લગ્ન 10 મહિના પહેલા બનાસકાંઠા-પાલનપુરના કિશોર સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન કાજલબેન બે વખત ગુસ્સામાં આવીને પોતાની માવતરમાં રહેવા ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.