ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ઘૂસી જઈને આજે વહેલી સવારે કરેલી એર સ્ટ્રાઈકની દેશભરમા ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ એર સ્ટ્રાઈક કરનારા જવાનોના શૌર્યને વધાવી ઢોલ-ત્રાંસા વગાડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી છે.
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ટર્નિંગ પોઈન્ટના વેપારીઓએ પાકિસ્તાન પર હુમલો કરી 300 જેટલા આંતકીઓના ઢીમ ઢાળી દેવાની ઉજવણી કરવામાં છે. વેપારીઓએ ઢોલ-ત્રાંસ વગાડ્યા હતા. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને ભારતીય આર્મી ઝીંદાબાદના નારા પણ ગૂંજ્યા હતા. વેપારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.
14મી તારીખે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 કરતાં વધુ જવાનો શહીદ થયા હતા અને દેશભરમાંથી પાકિસ્તાન વિરુદ્વ બદલો લેવાની માંગ કરવામાં આવી હતી. આજે એરફોર્સ દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવતા દેશભરમાં હોળી-દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.