છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગની ટીમેધામા નાંખી બીટ કોઈન અને બિલ્ડર ગ્રુપ પર છાપો માર્યો હતો. આ ત્રણ દિવસના સર્ચ ઓપરેશનમાં આવકવેરા વિભાગે 400 કરોડનું કાળું નાણું ઝડપી પાડયું છે. બીટકોઈનમાં નિવેશ કરનારને ત્યાંથી 300 કરોડ અને હેપ્પી હોમ બિલ્ડર ને ત્યાં થી 100 કરોડનું બેહિસાબી કાળું નાણું મળી આવ્યુ છે.

સુરત આવકવેરા વિભાગના મેગા આેપરેશનને પગલે બીટકોઈનમાં નિવેશ કરનાર કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસ થી સુરતમાં બીટકોઈન કરન્સીને પગલે આવક વેરા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બીટકોઈન કરન્સીનો મામલો અને તેના વ્યવહારો અંગે તપાસનો ધમધમાટ શરૂ કરતા કરોડોનું રોકાણ સામે આવ્યુ છે. માત્ર બીટકોઈનમાં નિવેશ કરી લાભ લેનાર અને આઈટી પાસે તેની જાણકારીન બતાવનાર પાસે થી આઇટીએ 300 કરોડના કાળા નાણાંની વિગતો બહાર આવી છે.

આઈટીના સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સુરતના 8 બીટકોઈનના રોકાણકારોને ત્યાં સર્ચ ઓપરેશનમાં નાના મોટા ઈન્વેસ્ટરોની જાણકારી મળી છે જેઓ બીટકોઈનમાં નિવેશ કર્યા બાદ કરોડપતિ બની ગયા છે. વરાછા વિસ્તારમાં આવેલ બે પરિવારે વર્ષ 2014માં બીટકોઈન કરન્સીમાં રોકાણ કર્યુ હતું. જેઓને બીટકોઈન વેચ્યા બાદ 100 કરોડનો લાભ થયો છે. અને 50 થી 60 આવા રોકાણકાર છે કે જેઓની પાસેથી બીટકોઈનના વેચાણથી 200 કરોડનો ફાયદો થયો છે પરંતુ આ અંગેની માહિતી આવકવેરા વિભાગ થી છુપાવામાં આવી હતી.

તે દરમિયાન બીજી તરફ સુરતમાં જ એશિયાની સૌથી મોટી માર્કેટ ડુંભાલમાં નિમાર્ણ કરનાર હેપી હોમ ગ્રુપ પર આઈટીએ દરોડા પાડયા હતા, આ બિલ્ડર ગૃપ ને ત્યાંથી આઇટીએ 100 કરોડ નું કાળું નાણું ઝડપી પાડયું છે. સુરતની ડીડીઆઈ એ હેપીહોમના ભાગીદારોને ત્યા વ્યાપક દરોડા શરૂ કર્યા છે. આ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.આ ગ્રુપ દ્વારા નોટબંધી પહેલા સરકારી યોજના આઇડીએસ માં 20 કરોડના કાળા નાણાંની જાહેરાત કરવામાં આવી હતી.