સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લવાયેલા દર્દીને ચાર કલાક સુધી દાખલ નહીં કરતા હાલત કફોડી બની હતી. જોકે સર્જરી અને ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર સંકલનના અભાવને કારણે દર્દી ત્યાં જ પડી રહ્યો હતો. એટલું જ નહીં પણ આ વિભાગના ડોક્ટરોએ દાખલ કરવાના મુદ્દે સી.એમ.ઓ સાથે રકઝક કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ઉધના રેલવે સ્ટેશન પાસેથી શનિવારે સાંજે 50 વર્ષીય કૃષ્ણકાંત બ્રાહ્મણના ડાબા પગમાં પાકી ગયું હતું. જેથી કોઈ એ 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી ગઈ હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા, ત્યાં સીએમઓ એ ઓર્થોપેડિક વિભાગ અને સર્જરી વિભાગમાં તે દર્દીને રિફર કર્યા હતા.
જોકે બંને વિભાગના ડોક્ટરો વચ્ચે સંકલનનો અભાવ દર્દીને વોર્ડમાં દાખલ કર્યું નહીં અને છેક ચાર કલાક સુધી સાઈડમાં મૂકી રાખ્યા હતા. જોકે ચાર કલાક બાદ સી એમ ઑએ સર્જરી વિભાગમાં તે દર્દીને દાખલ કર્યું હતું ત્યારે દર્દીને દાખલ કરવાના મુદ્દે રેસીડન્ટ ડોક્ટરે સીએમઓ સાથે રકઝક શરૂ કરી હતી ત્યાં હાજર અન્ય દર્દી અને તેના સંબંધીઓ જોતા રહી ગયા હતા.
નોંધનીય છે કે નવી સિવિલ હોસ્પિટલના અધિકારી ટોમા સેન્ટરમાં પરિપત્ર જારી કર્યો છે કે દર્દીને વિદ્યા જે તે વિભાગના ડોક્ટર એક કલાકમાં દાખલ નહીં કરે તો તે દર્દીને સી એમ ઓ દાખલ કરવા આ પ્રકારના પરિપત્ર જાહેર થયા બાદ પણ અમુક વિભાગના અમુક ડોક્ટરો દર્દીને એક કલાકમાં દાખલ કરતા નથી.
જો કે તે દર્દી ને સીએમઓ દાખલ કરે છે ત્યારે અમુક ડોક્ટરો સીએમઓ સાથે માથાકૂટ કરતા હોવાના અગાઉ પણ બનાવ બન્યા હતા અને ગઈકાલે ફરી આ પ્રકારનો બનાવ બન્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.