વલસાડ શહેરના કૈલાશ નગર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરે શાળાએ જવાની ના પાડતા ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે આ હૃદયદ્રાવક ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે.બનાવની વિગત મુજબ વલસાડ શહેરના કૈલાસ રોડ પર શેઠિયા નગરમાં ઋષિકેશ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સુમાકર પરિવારનો 15 વર્ષીય કિશોર પરિવારજનોએ જેસંગ ભીખુભાઇ સુમાકરને શાળાએ જવાનું કહેતાં તેણે શાળાએ જવાની ના પાડી હતી અને શાળાએ ન જવાની જીદ પકડી હતી.
કિશોરની માતા અને તેના મામાએ તેને શાળાએ જવાનું કહેતાં ગુસ્સે ભરાયેલા કિશોરે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે કૂદી પડયો હતો.
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ત્રીજા માળેથી પડી જતાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરને તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.કિશોરનું દુઃખદ મૃત્યુ થયું. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારજનોએ શાળાએ જવાનું કહેતાં કિશોરે શાળાએ જતો નથી તેમ કહી ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી.
લાલ બત્તી છોડીને જતા બાળકોના માતા-પિતા માટે સમાન છે. બનાવની જાણ થતા વલસાડ સીટી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.