સમગ્ર દેશ હાલ કોરોના ની જપેટ માં છે અને ઘણી જગ્યાએ ખોટી અફવા અને સમાચારો થકી લોકોને ભરમાંવાનું કામ અમુક ઇસમો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમાં હાલમાં ઉત્તર પ્રદેશ માં બસ બાબતે થઇ રહેલી રાજનીતિ ચરમ સીમા પર છે. મજૂરોની ચિંતા કરવાને બદલે ત્યાની રાજકીય પાર્ટી અને ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રાજનીતિ પર ઉતરી આવ્યા છે.
દેશભરમાં કોઈ પણ ઘટનાને સારી રીતે રાજનીતિ સાથે જોડી દઈ હિંદુ, મુસ્લિમ કરવું હોય કે ભાજપ, કોંગ્રેસ કરવું હોય તેના માટે પંકાયેલા અને ખોટા માર્ગે દોરતી ટ્વીટ કરવા પંકાયેલા સંબિત પાત્રાએ ફરી વખત પોતાની મુર્ખામી કરી હતી જે હવે તેમને જ ભારે પડી રહી છે. સંબિત પાત્રા એ કઈ રીતે દ્વેષભાવ ફેલાવવા અને અફવા ફેલાવવા ખોટી માહિતી મૂકી છે તેના પુરાવા પણ સુરતના વકીલ પાર્થ લખાણી દ્વારા રજુ કરાયા છે. પાર્થ લખાણી સક્રિય કોંગ્રેસ કાર્યકર છે અને સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે પણ જોડાયેલા છે.