રાજ્યમાં તમામ મહાનગરપાલિકા પોતાના અણઘડ વહીવટોને લઇ આવર-નવાર વિવાદોમાં રહેતી હોય છે તે વચ્ચે વધુ એક વાર સુરત મહાનપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.જેમાં સુરત મનપા દ્ગારા જમીન મિલ્કત ટેક્સના બિલ ,પાણીવેરા સહિતના બિલો પ્રજાથી વસુલ કરે છે. જેમાં સુરત મનપા તંત્રની મોટી લાલીયાવાડી સામે આવી છે સુરતના પરવટગામમાં સ્થાનિકોને પાણીવેરોનો બિલનો મેસેજ 25 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો આવતા સ્થાનિકો ચોકી ઉઠ્યા હતા પરવટગામમાં પાણીનો મીટર લાગ્યાના 1 મહિના જેટલો જ સમય વીત્યો છે જેને લઇ આવા છબરડાના પગલે લોકોમાં દોડધામ મચી હતી જે અંગે સ્થાનિકો કોર્પોરેશમા રજૂઆત કરતા મનપાએ પોતાની ભૂલ સ્વકારી ભૂલથી બિલ મોકલાયા હોવાનુ જણાવ્યુ હતુ તો કેટલાક ઘરોમાં 5 વર્ષથી મકાન બંધ હાલતમાં હોવા છતા 74 હજાર રૂપિયા બિલ આવ્યુ હોવાનું સામે આવ્યુ છે
