ઓટો રીક્ષામાં કસબ અજમાવી મુસાફરોને ટાર્ગેટ કર્યા બાદ મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકીના ચાર આરોપીઓની સુરતની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી છે.જેમાં એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે.પોલીસે બે ઓટો રીક્ષા સહિત ચોરીના કુલ અગિયાર મોબાઈલ કબ્જે કરી કુલ છ ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે.આરોપીઓ પોતાના મોજ- શોખ પુરા કરવા માટે મોબાઈલની ચોરી કરતા હોવાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે.
– ઓટો રીક્ષામાં કરતા મોબાઈલ ચોરી
– મુસાફરોને બનાવતા નિશાન
– આગળ – પાછળ ખસવાનું કહી અજમાવતા કસબ
– મહિધરપુરા પોલીસે એક કિશોર સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ
સુરત શહેરમાં ઓટો રીક્ષામાં મુસાફરી કરતામુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ચોરી કરતી ગેંગ હાલ સક્રિય બની છે.બનતા મોબાઈલ ચોરીના ગુના અને આવી ગેંગને ઝડપી પાડવા પોલીસે પણ ભારે કમર કસી છે.ત્યારે સુરતની મહિધરપુરા પોલીસે પણ આવી જ કંઈક ગેંગને ઝડપી પાડી છે.પોલીસે મળેલ માહિતીના આધારે સુરતના રેલવે સ્ટેશન નજીક આવેલ બીસ્મિલ્લાહ હોટેલ પાસેથી ચાર શખ્સોની અટકાયત કરી હતી.કેટલાક ઈસમો ઓટો રીક્ષામાં ચોરીના મોબાઈલ વેચવા માટે આવી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓને દબોચી લીધા હતા.પોલીસે આરોપીઓની પુછપરછ હાથ ધરતા કુલ 11 જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા.જે મોબાઈલ ચોરીના હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી…ઓટો રીક્ષામાં મુસાફરી કરતા લોકોને આગાલ- પાછળ ખસવાનું કહી તેઓની નજર ચૂકવી આરોપીઓ મોબાઈલ ચોરી કરતા હોવાનું પુછપરછ દરમ્યાન બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી બે ઓટો રીક્ષા સહિત કુલ અગિયાર જેટલા મોબાઈલ પણ જપ્ત કર્યા હતા.
આરોપીઓના નામ.
1.અસફાક નઝીર શેખ- ઉ.વ.10
રહે,રાંદેર એસએમસી ટેનામેન્ટ.સુરત
2.ઇબ્રાહિમ રઉફ શેખ – ઉ.વ.21
રહે ,એસએમસી ટેનામેન્ટ રાંદેર સુરત.
3.મહેશ નટુભાઈ દેવીપૂજક .ઉ.વ.20
રહે,રાંદેર એસએમસી ટેનામેન્ટ.
4.સગીર વયનો આરોપી.
મોજશોખ માટે કરતા ચોરી.
ઓટો રીક્ષામાં મુસાફરો ની નજર ચૂકવી મોબાઈલ તફડાવતી આ ટોળકીના સાગરીતો સુરતના રાંદેર વિસ્તારના રહેવાસી છે.જેમાં એક સગીર વયનો આરોપી છે.આરોપીઓ પોતાના મોજશોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચઢ્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.
સુરતના કુલ છ પોલીસ મથકના ગુનાનો ઉકેલાયો ભેદ
– મહિધરપુરા,લાલગેટ, ઉમરા,સહિતના પોલીસ મથક
હદ વિસ્તારમાં આચરી ચુક્યાં છે ગુના
પોલીસ તપાસમાં આરોપીઓએ કુલ છ ગુનાની કબુલાત કરી હતી.જેમાં શહેરના અલગ અલગ પોલીસ મથકોનો સમાવેશ થાય છે.મુખ્યત્વે આરોપીઓએ મહિધરપુરા,લાલગેટ સહિતના વિસ્તારોમાં મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યાં છે.
હાલ તો પોલીસે સગીર વયના આરોપીને ચાઈલ્ડ હોમમાં મોકલી અન્ય ત્રણ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.જો કે રિમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસેથી વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શકયતા હાલ સેવાઇ રહી છે .