દિવાળી પહેલાંની ખરીદીને કારણે સ્થાનિક બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ મોડી રાત સુધી જોવા મળી રહી છે. મુખ્ય રાજમાર્ગ અને જુદા જુદા વિસ્તારોમાંની માર્કેટો, કોમર્શિયલ કોમ્પલેક્ષ અને શોપિંગ મોલમાં ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. દિવાળીની આ ખરીદીને કારણે છૂટક વેપારીઓને મોટી રાહત મળી છે. વેપારીઓ છેક મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખી રહ્યાં છે.
સ્થાનિક બજારમાં અત્યારે ખરીદીને કારણે ભયંકર તેજી આવી છે. રોડસાઇડ ફૂટપાથ ઉપરથી લઇને નાનાં- મોટાં દુકાનદારો અને શોપિંગ મોલમાં ગ્રાહકોની ભીડ એટલી જ છે.
સૌથી વધુ ભીડ રેડીમેડ ગાર્મેન્ટ્સ, ફૂટવેર, ફેબ્રિક, હોઝીયરી અને કટલરી આઇટમોની દુકાનોમાં છે.દિવાળી પહેલાં આખરી દિવસોમાં ગ્રાહકોની ખરીદી નીકળશે એવી અપેક્ષા વેપારીઓની હતી જે અત્યારે સાચી ઠરી છે અને વેપારીઓ અત્યારે ખુશખુશાલ છે.