મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય સેવા સાથે સંકળાયેલી નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે અભિયાન કાર્યક્રમ યોજાયો હતો પણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેટલાક પાસે ગંદકી અને ઝાડી ઝાંખરાના લીધે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે અમુક ડૉક્ટર સહિત કર્મચારીઓના અને તેમના પરિવારના સભ્યો તાવ, મલેરિયા શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જેથી રોગ મટાડતી સિવિલ હોસ્પિટલ કેમ્પસ રોગનું ઉદ્ગમ સ્થાન બની ગયું હોય એવું લાગે છે.
રાજ્ય સરકારે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન શરૂ કર્યું છે. આ મિશનના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વર્ગ 3 – આવાસ, ડોક્ટરોના ક્વાટર્સ, વર્ગ-4 ક્વાટર્સ, અમુક હોસ્ટેલ પાસે ઝાડી- ઝાંખરા અને ગંદકી હોવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.
એટલું જ નહીં પણ કેટલાક ક્વાટર્સ પાસે ગટરો અમુકવાર ઉભરાઈ રહ્યું હોવાથી ગંદુ પાણી એકત્ર થાય છે. આવી ગંદકી અને ઝાડી ઝાંખરાના લીધે કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેને કારણે છેલ્લા એક માસ દરમિયાન કોઈ ડૉક્ટર તથા અમુક કર્મચારીઓ અને કેટલાક તેમના પરિવારજનો સભ્યો તાવ, મલેરિયા, શંકાસ્પદ ડેન્ગ્યૂ જેવી બીમારીની લપેટમાં કેટલાક વ્યક્તિઓ આવી રહ્યા છે અને તેઓ સારવાર અર્થે કેટલાક નવી સિવિલ હોસ્પિટલમાં જતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે સિવિલ કેમ્પસમાં કેટલાક ક્વાટર્સ પાસે ઝાડી -ઝાંખરા અને ગંદકી નિયમિત સમયે દૂર થતી નથી. ત્યાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. એટલું જ નહિ પણ કચરાપેટી ઉઠાવ્યા બાદ નિયમિત કચરો લેવા ગાડીઓ આવતી નથી. મચ્છર બિડિંગનો નાશ કરવા માટે નિયમિત ફોગીંગ કરવામાં આવતું નથી અને ત્યાં દવા પણ છાંટવામાં આવતી નથી. જેને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનું ત્યાંના કર્મચારીએ જણાવ્યું હતું.