સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાલ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, આવા માહોલમાં સુરત વિસ્તારના લિંબાયતની એક સગર્ભાને ડોક્ટરે કાઢી મૂક્યા બાદ ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસુતિ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રસુતિની પીડાથી કણસતી સગર્ભાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને 9 મહિના પુરા થયા બાદ અચાનક દુઃખાવો (લેબર પેન) ઉપડતા પરિવારે ઘર નજીકના ક્લિનિકમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, એટલું જ નહીં પણ રોડ ઉપર પ્રસુતિ થયા બાદ પ્રસુતાને કોઈ તબીબી સારવાર ન મળતા હાથમાં નવજાત બાળકને લઈ પ્રસુતા ઘરે ચાલી જવા મજબૂર બની હોવાનો પરિવારે ડોક્ટર પર આરોપ મુક્યો છે.