રંગોના તહેવાર ધુળેટી પર કેમિકલ યુક્ત કલરોથી થતા નુકસાનને જાણીને આ વખતે સુરતીઓએ ‘મડ ફેસ્ટ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને તે માટે સુરતીઓ મોટી સંખ્યામાં સુરતની’ઈવેન્ટોલોજી’ દ્વારાયોજાનારા ‘મડ ફેસ્ટ’માં ભાગ લેવા થનગની રહ્યા છે.
અત્યાર સુધી ‘મડ ફેસ્ટ’ની ઉજવણી વિદેશોમાં જોઈ હશે કે તે વિષે સાંભળ્યું હશે. પરંતુ આ વખતે ભારતમાં અને તે પણ સુરતમાં પહેલી ‘મડ ફેસ્ટ’નું આયોજન થવા જઈ રહ્યું છે અને તેનો શ્રેય જાય છે સુરતીઓ અને ઈવેન્ટોલોજીની ટીમને. ઈવેન્ટોલોજીદ્વારા ધુળેટીના અવસરે 21મી માર્ચના દિવસે ડુમસ મેઈન રોડ એરપોર્ટની સામે સાંઈ મંદિરની બાજુમા આવેલ ગ્રાઉન્ડ પર’મડ ફેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી મડ ફેસ્ટનો લ્હાવો માણી શકાશે.
રંગોના તહેવાર પર ‘મડ ફેસ્ટ’ના આયોજન અંગે અર્ણબ મોઈત્રાએજણાવ્યું હતું કે કેમિકલ યુક્ત કલર સ્વાથ્ય માટે નુકસાન દાયક હોય છે જયારે માટી એ પ્રાકૃતિક છે. એટલુંજ નહિ પણ પહેલાના જમાનામાં કેટલાક લોકો માટીથી શરીર સ્વચ્છ કરતા હતા. જયારે આજે પણ બ્યૂટી પ્રોડક્ટમાં સ્કિન માટે વિશિષ્ટ પ્રકારની માટીનો ઉપયોગ થાય છે. ત્યારે ‘મડ ફેસ્ટ’થી લોકોની સ્કિનને રંગોથી થતા નુકસાનને બચાવી શકાશે.