સુરતીઓને સીન્થેટીક હિરાથી નવડાવવા માટે જાણીતા નિરવ મોદીએ સીન્થેટીક હિરાનું નવુ ઇકોનોમીક્સ બનાવી પંજાબ નેશનલ બેંક ને નવડાવી છે એટલેથી અટક્યો નથી એણે એવું મોદીનોમીક્સ બનાવ્યુ કે પંજાબ નેશનલ બેંક હજુ ચકરાળે ચડી છે. નિરવ મોદીના આ મોદીનોમીક્સને સમજવા માટે ભલભલા ઇકોનોમીસ્ટ અટવાઇ ગયા છે કારણ કે, નિરવ મોદીએ સુરતના સચીનમાંં સેજમાં ખાસ કંપની બનાવી હિરા ઉપરાંત મોતી પણ ઇમ્પોર્ટ કરતો હતો.
ભારતમાંં મોતીનું ઉત્પાદન ઓછુ છે. એટલે અહીં મોતીના ઇમ્પોર્ટ પર પણ ખાસ છૂટછાટ છે, જેને ધ્યાનમાંં રાખી એ મોતી પણ ઇમ્પોર્ટ કરતો હતો, આ મોતીની કિંમત ઘણી ઉંચી બતાવતો હતો. કારણ કે ઇમ્પોર્ટ થયેલા મોતીની કિંમત ઉંચી હોવાથી રસીદ દેખાડી પંજાબ નેશનલ બેંક માંથી લોન લેવાતું આસાન બની જતું હતુ.
આ મોતીની સાચી કિંમતતો મોદી અને એક્સપોર્ટ કરનાર બે જણ જાણતા હતા પરંતુ બીલ મોટી રકમનું હોય એટલે એના પર લોન મોટી મળે અને લોન ન ભરાય અને મોતી જપ્ત થાય તો એતો કાંઇ ગુમાવવાનું રહેતુ ન હતુ. કારણ કે કલ્ચર મોતીને સાયા ગણાવી કરોડોની લોન લીધી હોય તો મોતી કરતા લોનની કિંમત વધુ હોય છે. ત્યારે કરોડો રૂપિયાની મોતી સાચા છે કે નકલી એની ઇ.ડી. તપાસ કરી રહી છેે અને એમને શંકા છે કે ગયા વર્ષે 100 કરોડ ડોલર એટલે કે 6500 કરોડના મોતી ઇમ્પોર્ટ કરી એના પર લોન લીધી છે એટલે કે નિરવ મોદીના મોદીનોમીક્સથી ઇ.ડી.ના ઇકોનોમીસ્ટ ચકરાવે ચઢ્યો છે.