નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) દ્વારા દક્ષિણ ગુજરાતમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજ સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા શખ્સને ત્યાંથી એનઆઈએની ટીમે વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા હતા.
વિગતો મુજબ બુધવારે NIAની ટીમે વલસાડમાં ઝુબેર ધરપપુરીયા અને આરીફ ધરમપુરીયાની તપાસ કરી હતી. હવાલા કૌભાંડની આશંકાને પગલે તપાસ કરવામાં આવી હતી. દિલ્હીની સંસ્થાને આપવામાં આવેલા કરોડો રૂપિયાના ફંડીંગને લઈ તપાસ કરવામાં આવી હતી.
સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલી નૂરે રોશન બિલ્ડીંગમાં રહેતા નદીમ પાનવાળાનાં ફ્લેટમાં NIAની ટીમે 6 ક્લાક સુધી તપાસ કરી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. નદીમ પાનવાળાને ત્યાંથી બેન્ક અકાઉન્ટ અને અન્ય સામાગ્રી કબ્જે કરી એનઆઈએની ટીમ સુરતમાં રવાના થઈ હતી.
વિગતો મુજબ નદીમ પાનવાળા ફ્લાહે ઈન્સાનિયત નામની સંસ્થા ચલાવે છે. સંસ્થાના ઓથા હેઠળ રૂપિયાની મોટાપાયા પર હેરફેર કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા એનઆઈએની ટીમ સુરતમાં ત્રાટકી હતી.