વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સુરત જિલ્લાની 50 જેટલી કોલેજોમાં આજે યોજાયેલી જી.એસની ચૂંટણીમાં મોર્નિંગ કોલેજોમાં એન.એસ.યુ.આઈ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો હતો.
આજે સવારે વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે શરૂ થયેલી ચૂંટણીમાં પ્રથમ એલ.આર અને સી.આરની ચૂંટણી થાય બાદ જી.એસની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીના જે પરિણામો સામે આવી રહ્યા છે જેમાં શહેરની જે મોટામાં મોટી કોલેજો મા NSUIના જી.એસ તરીકે ચૂંટાઈ આવ્યાને દબદબો જોવા મળી રહ્યો છે.
જેમાં સાબરગામ કોલેજમાં અમિત સભર, બરફી વાલા કોલેજમાં નયન રબારીનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે વરિયાવ કોમર્સે કૉલેજમાં ગોવિંદ રબારી. સી.જે.પટેલ લો કૉલેજમાં પ્રતિક કટલરીવાલા, નવયુગ આર્ટસમાં ગુડ્ડી મહાવિરભાઈ જૈન જી.એસ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ તમામ જી.એસ NSUIના હોવાનો દાવો કરાયો છે.
જ્યારે પંડ્યા કૉલેજ અને બી.આર.સી.એમ. કોલેજ માં એબીવીપીના દર્શન વસ્તારપરા નો ભવ્ય વિજય થયો હતો.આ બે કૉલેજ મા એબીવીપીની ભવ્ય જીત થાય હતી.