સુરતમાં મોતનો મહેલ ચણાઇ રહ્યો છે પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અાંખ અાડા કાન કરી રહી ચે. અહીંના બીલ્ડર તારક કાઝીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમોની ઐસીતૈસી કરી ત્રણમાળના બદલે છ માળના મકાનો બાંધવાના શરૂ કર્યા છે.
સુરતના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોતાના ઘરનું સપનું દેખાડી 15 લાખમાં બે બેડરૂમનો ફ્લેટ અાપી રહ્યા છે. 15 લાખના અા ફ્લેટમાં 15 જગ્યાએ થી મોતનો સામાન લટકે છે કારણકે પીલ્લર પર ચણાયેલા અા ફ્લેટમાં નિયમ મુજબ પીલ્લર બનાવાયા નથી. નબળા પીલ્લર પર ઉંચા થયેલાં અા ફ્લેટ નિયમ પ્રમાણે ત્રણ માળથી વધુ ઉંચા ન બની શકે કારણકે અહીંનો રસ્તો 45 ફૂટ પહોળો નથી અેટલે અહી જરૂર પડે અેમ્બ્યુલન્સ વાન પણ ન અાવી શકે.
અા જગ્યાએથી હોસ્પિટલ ખાસ્સી દૂર છે એવા સંજોગોમાં જો કોઈ બીમાર પડે તો સમયસર સારવાર ન મળે અને મોતની ચીઠ્ઠી ફાટે અેમ છે અેટલુ ઓછુ હોય તેમ અર્થક્વેક રેજીસ્ટન્સ(ભૂકંપ પ્રુફ) બનાવાયા નથી. તો પીલ્લર છ માળ માટે રજીસ્ટન્સ પ્રુફ નથી અેટલે કે જો કોઈ દુર્ઘટના થાય તો અાખોય ફ્લેટ પત્તાના મહેલની જેમ તૂટી પડે અેમ છે.
અેટલું જ નહી અહી સાંકડી ગલીઓમાં જો ક્યાંક પણ શોર્ટસર્કીટ અાગ લાગે તો ફાયરબ્રિગેડને અાવવાની પણ જગ્યા નથી તો છઠ્ઠામાળેથી માણસને બચાવવો પણ મુશ્કેલ થઈ જાય એમ છે.
ફાયરબ્રિગેડ અને અેમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકે એટલા માટે જ 45 ફૂટથી મોટા રોડ હોય ત્યાંજ ત્રણમાળથી વધુ ઉંચા મકાનોને મંજૂરી મળે પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ગુલાબી ગાંધી છાપ નોટથી ખરીદી કરનાર કાઝીએ અહી છ માળના મકાન એટલે બનાવ્યા છે કે જેના કારણે અેનો નફો બમણો થઈ જાય થોડી જમીન પર ડબલ ચણતર કરી પંદર લાખ રૂપિયામાં વેચી શકે અા પ્રકારે બનેલા મકાનો વેચાય તો પૈસા બમણાં મળે અને બમણો નફો કમાઈ શકે અાવા મલીન ઈરાદાથી બનાવાયેલા અા ફ્લેટ પર કોઈ અાંખ ઉચી કરીને જોવાની હિંમત કરતું નથી કારણકે અેમનાં મોઢામાં કાઝીએ બનાવેલી ગાંધીછાપ બીરીયાની મુકેલી છે તો બીજી તરફ કાઝી 15 લાખમાં ફ્લેટની લાલચ અાપી ફ્લેટ અાપી રહ્યો છે.અેટલુ જ નહી અેક માળ પર છ ફ્લેટ અેટલેકે પાંચમાળના સાડાચાર કરોડ કમાશે અને ઉપર બનનારા બીજા ચાર પેન્ટહાઉસના એક કરોડ એટલે કે એક સ્કીમમાં સાડાપાંચ કરોડ કમાશે અાવી ગેરકાયદે પાંચ સ્કીમ મુકી છે અેટલે કાઝી ગેરકાયદે મકાનો બનાવી સુરતમાં તારાજી લાવશે પણ કરોડપતિ થઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતપ પાઈ પાઈ ભેગી કરી ઘર બનાવનારાની જીંદગીની કોઈને પડી નથી કારણકે સુરતના અફસર મહેરબાન તો કરોડપતિ પહેલવાન