સુરત : વિઘ્નહર્તા ની વિસર્જન યાત્રામાં આજ રોજ સુરતના પાટીદારો પણ જોડાયા હતા. વરાછા વિસ્તારમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક વિશાળ વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે જય સરદાર જય પાટીદાર ના નારા લગાવ્યા હતા.
પાસ નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાભણીયા ની ધરપકડ બાદ પાટીદારોમાં ઉગરતો ચરુ જોવા મળી રહ્યો છે.હાર્દિક અને દીનેશની જેલમુક્તિને લઈ અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે આજ રોજ પાટીદારો વિઘ્નહર્તા ની વિશાળ વિસર્જન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.વરાછા ના માનગઢ ખાતે આવેલ સરદારની પ્રતિમા નજીકથી નીકળેલી આ વિસર્જન યાત્રા રામજી ઓવારા ખાતે પોહચી હતી.જ્યાં મોટી સંખ્યામાં પાટીદારોની હાજરી જોવા મળી હતી.સાથે જ પાટીદાર અનામત આંદોલન ના બેનર પણ પાટીદારોના હાથમાં જોવા મલ્યા હતા.જ્યા પાટીદારોએ ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ સાથે જય સરદાર જય પાટીદાર ના નારા પણ લગાવ્યા હતા..જો આગામી દિવસોમાં સરકાર દિનેશ અને હાર્દિકને જેલમુક્ત નહીં કરે તો આગામી સમયમાં આનાથીય વિશાળ રેલી કાઢવાની ચીમકી પાસ કન્વીર અલ્પેશ કથીરિયાએ ઉચ્ચારી હતી.