દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેટલીક દવાઓ મળતી નથી તો કેટલીક દવાઓની અછત વર્તાઈ રહી છે તેવા સમયે જ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર એટલે જેનરીક મેડીકલ સ્ટોર સરકારના નિયમ મુજબ ચાલતું નથી અને અનિયમિત ચાલુ રાખતો હોવાથી દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે.
સરકાર સારી સુવિધા આપતી હોવાના વાયદાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી સુરત સિવિલ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન ઔષધીય સ્ટોર એટલે જેનેરિક મેડિકલ સ્ટોર સંચાલકો સરકારના નિયમ મુજબ ચલાવવામાં રસ નથી.
અગાઉ પણ આ જેનરીક મેડીકલ સ્ટોરના સંચાલકોએ કેટલીક જાહેર રજાઓમા અમુક દિવસ બંધ રાખે તો અમુક દિવસ કેટલાક રવિવારે અડધો દિવસ ચાલુ રાખવામાં આવતો. અમુક વખત આખો દિવસ પણ બંધ રખાતા હતા. જોકે સરકારે નક્કી કરેલા નિયમોની એસી કે તેસી કરીને જેનરીક સ્ટોરના સંચાલકો દિવાળીના પાંચ દિવસ સુધી બપોર પછી દરરોજ જેનરીક મેડીકલ સ્ટોર બંધ રાખ્યો હોવાથી દર્દીઓ હોય હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
જ્યારે બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલમાં કેટલીક મહત્વની દવાઓ નથી તો કેટલીક દવાઓની અછત વર્તાઈ રહી છે. જોકે સિવિલમાં દવા ન હોય તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી રાહત દરે મળતી સિવિલના જેનેરિક મેડિકલ સ્ટોરમાં જાય છે પણ સિવિલનો જેનરીક મેડીકલ સ્ટોર ઘણા સમયથી સરકારના નિયમ મુજબ નહીં પણ પોતાના નિયમો બનાવી ગમે ત્યારે બંધ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નોંધનીય છે કે સિવિલમાં લોહી પાતળું કરવાની દવા એસ્પીરીન, ખેંચની કાબામેર્ઝાપીન, શ્વાસ માટે ડેરીફાયલીગ, થાઈરોઈડની થાઈરોકસીન, બ્લડ પ્રેશરની એન એફ આર, ડાયાબિટીસની ગ્લાઇનેઝ, બાળકોની તાવ માટેની સીરપ પેરાસીટામોલ સહિતની દવાઓ ઇન્જેક્શન સર્જીકલ વસ્તુઓ અછત અમુક વખત વર્તાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે સિવિલમાં દવા નહીં હોય દર્દીઓ રાહત દરે મળતી સિવિલના જેનરીક સ્ટોર માં દવા લેવા જાય છે પણ આ સ્ટોરમાં પણ ક્યારે અમુક દવાઓ હોતી નથી. એટલું જ નહીં આ સ્ટોર અનિયમિત ચાલુ રાખતા હોવાથી લડકી હાલાકી વધી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.