સુરતના મગદલ્લા ગામ ખાતે રહેતા લોકોને હવે પોલીસ પર ભરોસો રહ્યો નથી તેથી જ તેમણે પોતાની પ્રાઇવેટ સિક્યુરીટી ગામના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ઉપર મુકી દીધી છે. જેનું મુખ્ય કારણ છે છેલ્લા બે મહિનામાં આ વિસ્તારમાં થયેલી ચોરીઓ છે. જે રોકવામાં પોલીસ નિષ્ફળ નિવડતાં ગામ લોકો દ્વારા આ પ્રકારે સિક્યુરીટી મુકી દેવામાં આવી છે.