સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત(South Gujarat)માં હવામાન વિભાગે આગામી બે દિવસ 23 અને 24 જૂને ભારે વરસાદની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત(South Gujarat) તથા મહારાષ્ટ્રની બોર્ડરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ(Rain) ધમધમાટી બોલાવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ગાડીમાં ગયા અઠવાડિયે ડેવલપ થયેલી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાતની તરફ મૂવ કરવાની હતી. જેના પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ગયા અઠવાડિયાથી મોન્સૂન(Monsoon) એક્ટિવિટીનો પ્રારંભ થયો હતો. હવે લો પ્રેશર સિસ્ટમ વધુ પ્રબળ બનીને યુપીથી મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારમાં મૂવ થઈ છે.બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ઝાપટા પડવાના ચાલુ રહ્યાં છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સવારે મેઘસવારી આવી પહોંચે છે. શહેરમાં સોમવારે સવારે પણ ભારે વરસાદ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં આજે વિવિધ તાલુકામાં વહેલી સવારે ત્રણ મીમીથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
Saturday, May 18