હોળીનો તહેવાર અને સુરત માં લવલીના હોય એવું ક્યારેય ના બને. જી હા લવલી આ કોઈ છોકરી નથી પરન્તુ છોકરો જ છે. જે હોળીના તહેવાર દરમિયાન સુરતમાં વસતા રાજસ્થાની લોકો દ્વારા ઉજવાતા ફાગોત્સવમાં છોકરી બનીને ઘુમ્મર જેવા નૃત્ય કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. લવલી ને લવલી નામ પણ સુરતના જ લોકો દ્વારા જ મળ્યું છે. સુરતમા રાજસ્થાની સમાજનો ફાગોત્સવ લવલી વગર અધુરો માનવામાં આવે છે. પહેલી નઝર માં જ કોઈ પણ વ્યક્તિ લવલી ને જોઈ ને કહીના શકે કે આ છોકરો છે કે છોકરી તે સૌ કોઈને ચોંકાવી દે તેમ છે.